Navsari : દુષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત, સમગ્ર વિસ્તારમાં રોગચાળાએ માથું ઉંચકતા લોકોને હાલાકી

નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં લોકોને પીવાનું દુષિત પાણી મળતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળ્યો છે. ત્યારે લોકોએ તંત્રને વહેલી તકે કામગિરી કરવા માટે અપીલ કરી છે.

  • Updated On - 3:23 pm, Tue, 20 July 21 Edited By: Mamta Gadhvi

નવસારી શહેરમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. શહેરનાં દશેરા ટેકરી વિસ્તારમાં દુષિત પાણી પીવાના પાણીમાં ભળતા 10 થી વધુ લોકોને ઝાડા-ઉલટી થયાના કેસો સામે આવ્યા છે. જેઓને હાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

શહેરના દશેરા વિસ્તારના લોકોએ પીવા માટે દુષિત પાણી (Contaminated Water) મળતું હોવાની નગરપાલિકાના (Municipality)
શાસકોને ફરિયાદ કરી છે. પરંતુ કોઈ ઉકેલ ન આવતા લોકોએ પીવાના પાણીને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરોવો પડી રહ્યો છે.

&t=6s

સ્થાનિક લોકોનું કહેવું છે કે,”પીવાના પાણીમાં દુષિત પાણી ભળતા લોકોને દુષિત પાણી મળી રહ્યું છે. અનેકવાર આ માટે તંત્રને રજુઆત કરવામાં આવી છે, પણ કોઈ કામગિરી કરવામાં આવી નથી.”

જ્યારે બીજી તરફ  નગરપાલિકાના શાસકોએ કામગિરી કરી રહ્યા હોવાનો આલાપ રટી રહ્યા છે. પરંતુ આ રોગચાળો જોતા સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બાયો ડાયવર્સીટી પાર્કના વિસ્તરણની કામગીરી અંતર્ગત વૃક્ષારોપણમાં 75,000 થી વધુ વૃક્ષો વવાશે

આ પણ વાંચો : AHMEDABAD : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું જનચેતના આંદોલન, રેલીમાં કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

Click on your DTH Provider to Add TV9 Gujarati