Navsari : શહેરના મુખ્ય માર્ગ પર ફરતું દેખાયું ચેનથી ચાલતું પોકલેન્ડ મશીન, પરવાનગી સામે પ્રશ્નાર્થ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 26, 2023 | 6:52 PM

નવસારી શહેરના ડામર રોડ પર ફરતા પોકલેન્ડ મશીનના ચાલકોને પાલિકા પ્રમુખે આડે હાથે લીધા છે. ભારે વજન અને ચેન થી ચાલતા આ પોકલેન્ડ મશીનને કારણે માર્ગને નુકસાન થતું હોવાના કારણે પાલિકા પ્રમુખ મેદાને પડ્યા હતા. વિજય માટીવાલા નામ લખેલું પોકલેન્ડ મશીન અગાઉ પણ શહેરના મુખ્ય માર્ગ પર ફરતું નજરે પડ્યું હતું. નવસારીના મુખ્ય માર્ગ પર 100 મીટર જેટલું ડામર રોડ પર ચાલ્યું હતું.

નવસારી શહેરના મુખ્ય માર્ગ પર ચેનથી ચાલતું પોકલેન્ડ મશીન ફરતું દેખાયું. પ્રજાના હિત માટે પાલિકા દ્વારા કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવતા હોય છે. પરંતુ અહીં આ રસ્તાઓનો કચ્ચર ઘાણ બોલાવતા પોકલેન્ડ મશીન ડામર રોડની હાલત બતર બનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

મહત્વનુ છે કે એક વાર બે વાર નહીં અનેક વાર આ ગેરકાયદેસર પોકલેન્ડ મશીન રસ્તા ફરતા હોવાને લઈ શહેરના રસ્તાને ભારે નુકશાન થતું હોય છે. જોકે આ વાત પાલિકા પ્રમુખને કાને પડતાં ડામર રોડ પર ફરતા મશીનના ચાલકોને પાલિકા પ્રમુખે આડે હાથ લીધા હતા.

આ પણ વાંચો : Navsari : વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે 8 વિદ્યાર્થીનીને ફૂડ પોઇઝનિગની અસર, જુઓ Video

મશીનને કારણે માર્ગને નુકસાન થતું હોવાના કારણે પાલિકા પ્રમુખ સ્થળ પર પહોંચ્યા હતા. વિજય માટીવાલા નામ લખેલું પોકલેન્ડ મશીન અગાઉ પણ શહેરના મુખ્ય માર્ગ પર ફરતું નજરે પડ્યું હતું. આ મશીનને શહેરમાં ચલાવવા માટે પરવાનગી લેવાની પણ જરૂરિયાત હોય છે. જોકે આ પરવાનગી લીધી છે કે કેમ તેને લઈને પણ પ્રશ્નાર્થ છે.

ચેનથી ચાલતું મશીન મુખ્ય માર્ગ પર ફરતા ટ્રાફિક જામના દ્ર્શ્યો પણ સર્જાયા હતા. પોકલેન્ડ મશીન મુખ્ય માર્ગ પર 100 મીટર જેટલું ડામર રોડ પર ચાલ્યું જેના કારણે આ ડામર રોડને ભારે નુકશાન પણ થયું. એટલું જ નહીં આ પોકલેન્ડ મશીને ઇલેક્ટ્રિકના થાંભલાને પણ અડફેટે લીધો હતો. જેને લઈ પાલિકા પ્રમુખે કાર્યવાહી કરી હતી.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 26, 2023 06:51 PM