Navsari: બીલીમોરા પાલિકા સામે GPCBની લાલઆંખ, GPCBએ નગરપાલિકાને ફટકારી નોટિસ

નવસારીની બીલીમોરા નગરપાલિકા સામે GPCBએ લાલઆંખ કરી છે. અંબિકા નદીના કિનારે શહેરનો કચરો સળગાવતા હોવાની ફરિયાદ બાદ GPCBએ તપાસ હાથ ધરી છે. તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા GPCBએ બીલીમોરા નગરપાલિકાને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે એક્શન પ્લાન માગ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 10:05 PM

Navsari: નવસારીની બીલીમોરા નગરપાલિકા સામે GPCBએ લાલઆંખ કરી છે. અંબિકા નદીના કિનારે શહેરનો કચરો સળગાવતા હોવાની ફરિયાદ બાદ GPCBએ તપાસ હાથ ધરી છે. તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા GPCBએ બીલીમોરા નગરપાલિકાને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે એક્શન પ્લાન માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાલિકા રોજિંદા ટનબંધ કચરાને અંબિકા નદી પટ સ્થિત ડમ્પિંગ સાઇટ ઉપર નાખે છે. ઘર ઘરથી સુકો અને ભીનો કચરો બતાવવા પૂરતો અલગ અલગ લાવવામાં આવે છે. પરંતુ ડમ્પિંગ સાઇટ ઉપર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તેવી શહેરીજનોએ માગ કરી હતી.

આ તરફ વિપક્ષે ઘનકચરા નિકાલ માટે પાલિકાના શાસકો કોઈ કામગીરી ન કરતા હોવાના આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં નગરપાલિકાઓમાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે નિર્ણયને 16 વર્ષ જેટલો સમય વીતવા છતા હજુ સુધી તે કામ અભરાઈ ઉપર છે.

ખેરગામમાં નવનિર્મિત પોલીસ સ્ટેશન અને આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદાતાઓને આકર્ષવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ જ્ઞાતિ-જાતિના સમીકરણો પર કામ કરી રહી છે. એવા સમયે ભાજપ પણ આદિવાસી મતદાતાઓને રિઝવવા સંપૂર્ણ જોર લગાવી રહી છે. આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાના પ્રવાસે છે. નર્મદામાં પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ યોજના અતંર્ગત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. પેજ સમિતિ સંમેલનમાં સંબોધતા સી આર પાટીલે 2 વિધાનસભામાં 50 હજાર મતોથી બેઠક જીતવાનું લક્ષ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં 25 હજાર જેટલા સભ્યો હાજર રહ્યા હતા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">