નવસારી યુવતી દુષ્કર્મ અને આત્મ હત્યા કેસનો ભેદ જલ્દી જ ઉકેલાશે, હર્ષ સંઘવીનો દાવો

હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં યુવતીની માતાને સંબોધીને કહ્યું હતું કે, હું ફરી વાર કહું છુ કે, હું તમારો દીકરો બનીને કામ કરીશ અને આ બહેનને ન્યાય અપાવીશ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 10:33 PM

ગુજરાતમાં (Gujarat) નવસારીની(Navsari)  યુવતી પર દુષ્કર્મ(Rape)  અને ટ્રેનમાં આત્મહત્યા  (Train Suiside) મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)  દાવો કર્યો છે કે, થોડા જ દિવસમાં પોલીસની ટીમ આ કેસનો ભેદ ઉકેલી લેશે.

હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં યુવતીની માતાને સંબોધીને કહ્યું હતું કે, હું ફરી વાર કહું છુ કે, હું તમારો દીકરો બનીને કામ કરીશ અને આ બહેનને ન્યાય અપાવીશ.

ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતીના આપઘાત કેસમાં વડોદરા રેલ્વેના DySP બી.એસ.જાધવે મોટા ખુલાસા કર્યા છે. સમગ્ર કેસમાં યુવતીની હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસને યુવતીના શરીર પર હથિયારથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા.આ ઉપરાંત વિશેરા રિપોર્ટમાં યુવતીને કોઈ ઝેરી પદાર્થ ન અપાયા હોવા સામે આવ્યું છે.

પોલીસે વધુ વિગતો આપતા કહ્યું, પીડિતાના મોબાઈલ સહિત છ લોકોના ફોન જપ્ત કરાયા છે અને સંસ્થાના કર્મચારીઓના ફોનની તપાસ માટે FSLમાં મોકલાયા છે. DySP બી.એસ.જાધવે એમ પણ કહ્યું, પૂછપરછ દરમિયાન સંસ્થાના લોકોએ કહ્યું હતું, અમે પીડિતાના મેસેજને ગંભીરતાથી લીધો નહતો.જે તે વખતે ફરિયાદ નોંધાઈ હોત તો યુવતી બચી ગઈ હતો.

રેલ્વે વિભાગના DySP બી.એસ.જાધવે ઘટનાની તપાસ અંગે કહ્યું, સંસ્થા સાથે જોડાયેલા 18 કર્મચારી અને હોદ્દેદારોની પૂછપરછ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાંના રિક્ષાવાળા, લારીવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું, પીડિતાએ બે લોકોને ફોન કર્યા હતા, પરંતુ બંને વ્યક્તિ સંસ્થાના ન હતા.આપઘાત પહેલા યુવતીએ ફોન કરી જમવાનો ઓર્ડર આપ્યો હતો..પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને જે પણ શંકાસ્પદ લાગે છે તેમની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો :  Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : ડો. બાબા સાહેબ આંબેડકર પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું, સીએમ પટેલે કહ્યું ડો. આંબેડકરનું વ્યક્તિત્વ વિશાળ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">