Navsari : વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે 8 વિદ્યાર્થીનીને ફૂડ પોઇઝનિગની અસર, જુઓ Video

Navsari : વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે 8 વિદ્યાર્થીનીને ફૂડ પોઇઝનિગની અસર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 26, 2023 | 7:00 AM

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે સરસ્વતી કન્યા છાત્રાલયની 8 વિદ્યાર્થીનીને ફૂડ પોઇઝનિગની અસર જોવા મળી છે. મહત્વનુ છે કે ગઈકાલે રીંગણ બટાકાનું શાક, ફાફડા અને જલેબી ખાધા બાદ તબિયત બગડી છે. તમામ બાળકીઓને સારવાર માટે નજીકના PHC ખસેડવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી જે બાદ ફરીથી છાત્રાલય પરત મોકલવામાં આવી.

નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે ફૂડ પોઇઝનિગની ઘટના બની છે. સરસ્વતી કન્યા છાત્રાલયની 8 વિદ્યાર્થીનીને આ ફૂડ પોઈઝનીંગની અસર જોવા મળી છે. ગઈકાલે રીંગણ બટાકાનું શાક, ફાફડા અને જલેબી ખાધા બાદ તબિયત બગડી છે. સારવાર માટે નજીકના PHC ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો : Navsari : પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં સાંસદ દિશા દર્શન કાર્યક્રમ યોજાયો, જુઓ Video

હાલમાં વાંસદા આરોગ્યની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી છે. જોકે વિદ્યાર્થી  વિદ્યાર્થીઓને સારવાર આપ્યા બાદ ફરીથી છાત્રાલય પરત મોકલવામાં આવી છે. રીંગણ બટાકા સહિતનું ભોજન આરોગ્ય બાદ ગઈ કાલે જ આ બાળકીઓની તબિયત બગડી હતી. મહત્વનુ છે કે હાલ તમામ બાળકીઓની હાલત સ્ટેબલ છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો