Navsari : પારિવારિક ઝઘડામાં પિતાએ જ ધાબા પરથી બાળકને ફેંકી દીધું બાદમાં પોતે પણ કરી આત્માહત્યા, જુઓ Video
પશ્ચિમી સંસ્કૃતિની કુંઠિત વિચારધારાને પગલે પારિવારિક ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. આવી એક ઘટના નવસાઋમાં બાઈ છે. નવસારી શહેરમાં પતિ પત્નીના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સગા બાપે સાતમાં માળેથી બાળકને નીચે ફેંકી દીધુ. બાળકને નીચે ફેંકી દીધા બાદ પિતાએ પણ મોતને વ્હાલું કરી લીધાની ઘટનાને પગલે ચકચાર મચી છે. પોલીસે આ સમગ્ર બાબતે કાર્યાવહી શરૂ કરી છે.
Navsari Crime : દંપતિ જીવનમાં તિરાડ કેટલીકવાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે. જેમાં સમગ્ર પરિવાર વેરવિખેર થઈ જતું હોય છે. એવી જ ઘટના નવસારીમાં ઘટી છે. નવસારી શહેરના જુનાથાણા વિસ્તારમાં આવેલા સરકારી ક્વોટર્સના બ્લોક – Cમાં સરકારી નોકરી કરતી પત્ની અને બેરોજગાર પતિ રાકેશ ગોસ્વામી વચ્ચે થયેલા ઝઘડાને પગલે બાળકને એપાર્ટમેન્ટના ધાબા પર લઈ જઈને નીચે ફેંકી દીધો હતો.
મહત્વનુ છે કે આ ઘટના બાદ બાળકના પિતાએ પોતે પણ એપાર્ટમેન્ટ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધાનો બનાવ બન્યો છે. પતિ પત્ની વચ્ચેના વિખવાદોને પગલે હજુ જીવનની શરૂઆત કરનાર બાળક દ્વિજ ગોસ્વામીએ પોતાની જિંદગી ગુમાવવી પડી છે.
સરકારી નોકરી કરતી પત્ની અને મોજ શોખના રવાડે ચડેલા મૃતક રાકેશ ગોસ્વામી વચ્ચે ઘણા સમયથી મન મોટાવ ચાલતા હતા આઠ મહિના પહેલા પણ પતિ રાકેશ ગોસ્વામી દ્વારા બંને બાળકોનું અપહરણ કરીને યુપી લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ બાદ બંને બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા હતા.
આ પણ વાંચ : Navsari Video : નવસારીમાં ગરબા રમીને આવ્યા બાદ યુવકને હાર્ટ એટેક આવતાં મોત
પતિ-પત્ની વચ્ચે ઉગ્ર વિવાદો થતા ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં બે બાળકો પૈકી દ્વિજ ને સરકારી વસાહતના ધાબા પર લઈ જઈને નીચે ફેંકી દીધો હતો. જ્યારે પોતે પણ મોતને વાલુ કરી લીધું હતું. આ અત્યાંતિક ઘટનાને પગલે સમગ્ર પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે બાળકને નીચે ભેગી હત્યા કરવા બદલ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે આત્મહત્યા કરનાર રાકેશ ગોસ્વામીનું અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)