પહેલા ફાટયું ટાયર બાદમાં ટ્રક ડિવાઇડર સાથે અથડાઈ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો
નવસારી અમદાવાદ મુંબઇ હાઇવે પર વેસ્મા ગામ નજીક અકસ્માતની ઘટના ઘટી. ટ્રકનું ટાયર ફાટ્યા બાદ ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી ટ્રક ડિવાઇડર સાથે અથડાતા ટ્રકમાં આગ લાગી હતી. ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે એકાએક આગ અફટી નીકળી હતી. અને થોડી જ ક્ષણમા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
નવસારીમાં અમદાવાદ મુંબઇ હાઇવે પર વેસ્મા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અને આ અકસ્માત એવો કે જેમાં ટ્રકનું ટાયર ફાટ્યા બાદ ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે આ ટ્રક ડિવાઇડર સાથે અથડાતા ટ્રકમાં આગ લાગી હતી. એટ્લે કે એક સાતે બે અકસ્માતની ઘટના સામે આવી છે. મહત્વનુ છે કે અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.
આ પણ વાંચો : ભારતીય સંસ્કૃતિનો આધાર ગણાતી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની અનોખી રૂઢિ પરંપરા મુજબની દેવપૂજાની વિધિઓ, જાણો સમગ્ર વિગત
ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મહત્વનુ છે કે ચાલુ ટ્રકમાં બનેલા આ બનાવમાં કોઈ મોટી જાનહાનિની ઘટના સામે નથી આવી. ડબલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં પહેલા ટ્રકનું ટાયર ફાટયું અને જે બાદ આ ટ્રક ચાલકે ટ્રક પર કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે અથડાતાં એકા એક આગ ભભૂકી ઉઠી.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
