વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરના આકર્ષણોમાં ઉમેરો કરશે, જુઓ ઝલક
નર્મદા : નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ કુલ પાંચ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જેમાં 30 ઇ-બસો, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કોર્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી 7.5 કરોડના ખર્ચે બનેલા કમલમ પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ હેઠળ એકતા નગરમાં નર્મદા નદીના ડાબા કિનારે ‘કમલમ’ તરીકે ભારતમાં ઓળખાતા ડ્રેગન ફ્રૂટની નર્સરી બનાવવામાં આવી છે. આ પાર્કમાં લોકોને વિતરણ કરવા માટે 91,000 કમળના છોડ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે PM એકતા નગરમાં 7.5 કરોડ રૂપિયાના ખર્ચે 2 ફ્રિસ્કિંગ બૂથ 150 મીટર વોક-વે અને 81 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સહકાર ભવનનું ઉદ્ઘાટન કરશે.
Input Credit : Vishal Pathak, Narmada
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન