Narmada : સરદાર ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 119.02 મીટર થઈ

ગુજરાત(Gujarat) ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada Dam)ની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 10:53 AM

ગુજરાત(Gujarat) ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada Dam)ની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ(Rain) વરસતા નર્મદા ડેમમાં નવા નીર(Water) આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 4775.17 MCM લાઈવ સ્ટોરેજ છે.

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. અને, જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમ ઓવરફલો પણ થઇ શકે છે. અને, ડેમ ઓવરફલો થવાની સાથે જ ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે.

જોકે ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ખાલી છે. તેમજ અત્યાર સુધી નર્મદા ડેમની સપાટી 118.41 મીટર છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે.

આ પણ વાંચો : Bhavnagar : પાલીતાણાનો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

આ પણ વાંચો : Ginger water Benefits: આદુ વાળા પાણીના આ છે ફાયદા, વજન ઘટાડવા સહિત સ્વાસ્થય માટે છે અત્યંત લાભકારી

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">