નર્મદા : જામીન મળવા છતાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવશે નહીં! જાણો કેમ?
નર્મદા : ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેસમાં નવો વળાંક આવ્યો છે. સૂત્રો અનુસાર આપ ધારાસભ્યને જામીન મળવા છતાં ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે નહીં. પત્ની શકુંતલાબેન હજુ જેલમાં હોવાથી ચૈતર વસાવાએ આ નિર્ણય લીધો છે.
નર્મદા : ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેસમાં નવો વળાંક આવ્યો છે. સૂત્રો અનુસાર આપ ધારાસભ્યને જામીન મળવા છતાં ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે નહીં. પત્ની શકુંતલાબેન હજુ જેલમાં હોવાથી ચૈતર વસાવાએ આ નિર્ણય લીધો છે. શકુંતલા વસાવાની જામીન અંગે સુનવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરીએ થનાર છે.
ધારાસભ્યના પત્ની હજુ જેલમાં છે
પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલવાસમાંથી મુક્તિ લેશે. વન કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના ગુનામાં 14 ડિસેમ્બર 2023 થી આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે.
આ ગુનામાં 8 આરોપીઓ પૈકી 5 ને કોર્ટે જામીન આપ્યા છે. ચૈતરના પત્ની સહીત ૩ લોકો હજુ જેલમાં છે. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો જમીનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
Input Credit : Vishal Pathak, Narmada

