નર્મદા : ગાઢ ધુમ્મસના કારણે રાજપીપળામાં વિઝિબ્લિટીમાં ઘટાડો થયો, જુઓ વીડિયો
નર્મદા : ગાઢ ધુમ્મસ અને ભેજ વધવાથી રાજપીપળામાં આજે શીતલહેરનો અહેસાસ નજરે પડ્યો હતો. તાપમાનનો પારો 14થી 15 ડિગ્રી રહેતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બીજી તરફ વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો.
નર્મદા : ગાઢ ધુમ્મસ અને ભેજ વધવાથી રાજપીપળામાં આજે શીતલહેરનો અહેસાસ નજરે પડ્યો હતો. તાપમાનનો પારો 14થી 15 ડિગ્રી રહેતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બીજી તરફ વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો.
આજે ગાઢ ધુમ્મસને કારણે રાજપીપળામાં સવારના સુમારે દૂરની ચીજ જોવામાં તકલીફ પડી રહી હતી. એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની ઓછી સંખ્યા જોવા મળી હતી. ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટી ઘટતાં બસ સેવા પણ પ્રભાવિત થઇ હતી. વાહનો ધીમી ગતિએ હંકારવાની ફરજ પડી રહી હતી.
સૂર્યનારાયણ જેમજેમ ઉપર આવતા ગયા તેમતેમ ધુમ્મ્સ ઓછું થતું ગયું હતું અને વિઝિબ્લિટી પણ વધી હતી. ઠંડી વચ્ચે આહલાદક વાતાવરણનો લોકોએ અનુભવ કર્યો હતો.
Input Credit : Vishal Pathak, Narmada
Published on: Jan 05, 2024 10:21 AM