નર્મદા: આમ આદમી પાર્ટીની સભા એ ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને બનાવે છે હાથો: મનસુખ વસાવા- Video

નર્મદા: આમ આદમી પાર્ટીની સભા એ ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને બનાવે છે હાથો: મનસુખ વસાવા- Video

| Edited By: | Updated on: Jan 06, 2024 | 8:22 PM

નર્મદા: આમ આદમી પાર્ટીની સભાને લઈને મનસુખ વસાવાએ પ્રહાર કર્યો છે કે ચૈતર વસાવા તો માત્ર હાથો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા માટે ચૈતર વસાવાને હાથઓ બનાવી રહી છે. ખરેખર તે લોકસભા ચૂંટણી માટે શક્તિપ્રદર્શન કરી રહ્યા છે.

ભરૂચના નેત્રંગમાં આમ આદમી પાર્ટીની સભાને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યુ નેત્રંગની આમ આદમી પાર્ટીની સભા એ ચૈતર વસાવાના સમર્થન માટે નહીં, પરંતુ શક્તિ પ્રદર્શન માટે છે. આવતીકાલે (07.01.2024) અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નેત્રંગ આવી રહ્યા છે.

જો કે, મનસુખ વસાવાનું માનીએ તો આ ચૂંટણીને લઈને શક્તિ પ્રદર્શન જ છે. બંને મુખ્યમંત્રીઓ માત્ર ગુજરાતમાં તેમનો પગપેસારો કરવા માટે ચૈતર વસાવાને હાથો બનાવે છે, તેવો આરોપ પણ લગાવાયો છે. આદિવાસી પટ્ટામાં વ્યાપ વધારવાનો AAPની આ રણનીતિ છે. જો કે, વસાવાને વિશ્વાસ છે કે, આ મતવિસ્તારના લોકોને ભાજપ પર જ વિશ્વાસ છે.

આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે આપ્યુ આ નિવેદન- વીડિયો

જો કે આ સ્ટંટની રાજનીતિને આમ આદમી પાર્ટી પણ રાજકીય જ કહી રહી છે. મનસુખ વસાવાના નિવેદન પર પ્રદેશ AAPના નેતાનું કહેવું છે કે, આ રાજકીય લડાઈ છે. જે લડાઈ લડીને ચૂંટણીમાં AAP જીતશે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો