અમદાવાદ: રામ મંદિરના પ્રાંગણમાં ગુજરાતનું નગારુ, CM દ્વારા કરવામાં આવી પૂજા
અયોધ્યા રામ મંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત થનારા નગારાનું પૂજન કરવામાં આવ્યુ હતુ. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને નગારાની પૂજા કરી હતી. પૂજા બાદ નગારા પર CM ભૂપેન્દ્ર પટેલે હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ શોભા યાત્રા સાથે નગારાને અયોધ્યા માટે રવાના કરવામાં આવ્યુ હતુ.
અયોધ્યામાં રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે દેશના વિવિધ હિસ્સાઓમાંથી રામ મંદિરને લઈ મહત્વની તૈયારીઓ થઈ રહી છે. આમ સંપૂર્ણ દેશમાં માહોલ રામમય બન્યો છે. અમદાવાદમાં વિશાળ નગારાને તૈયાર કરવામાં આવ્યુ છે. ડબગર સમાજ દ્વારા આ નગારાને તૈયાર કરવામાં આવ્યુ છે. જેને અયોધ્યાના પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન
500 કિલોનું વિશાળ નગારું તૈયાર કર્યા બાદ તેને રવાના કરતા અગાઉ પૂજા વિધી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નગારાની પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ મુખ્યપ્રધાને નગારા પર પોતાનો હાથ અજમાવતા જ ઉપસ્થિત લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પૂજા બાદ વિશાળ શોભાયાત્રા નગારાની યોજવામાં આવી હતી.
