Rajkot : દિવાળીની રાત્રે 125 જગ્યાએ લાગી ભીષણ, ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન , જુઓ Video

Rajkot : દિવાળીની રાત્રે 125 જગ્યાએ લાગી ભીષણ, ફટાકડાના કારણે આગ લાગ્યાનું અનુમાન , જુઓ Video

| Edited By: | Updated on: Oct 21, 2025 | 11:52 AM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. તેમજ દિવાળીના સમય દરમિયાન કેટલીક વખત ફટાકડાના તણખાના કારણે આગ લાગતી હોય છે. ત્યારે રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. તેમજ દિવાળીના સમય દરમિયાન કેટલીક વખત ફટાકડાના તણખાના કારણે આગ લાગતી હોય છે. ત્યારે રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તમામ આગ પર કાબૂમાં લીધી હતી. જો કે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આખી રાત રાજકોટના અલગ-અલગ ફાયર સ્ટેશનો ધમધમતા રહ્યાં છે.

આગના બનાવમાં અલગ-અલગ જગ્યાઓએ બે બાઈક અને એક કાર સળગી હતી. ગોંડલ રોડ પર સ્વીગીના વેર હાઉસમાં આગ લાગી હતી. મવડી વિસ્તારમાં રામધામ મંદિર સામે ખુલ્લા પ્લોટમાં ભીષણ આગની ઘટના બની હતી. રાજકોટના જૂના એરપોર્ટમાં સુકાયેલા ઝાડી ઝાંખરામાં આગ લાગી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તમામ આગ પર કાબૂમાં લીધી હતી. જો કે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આખી રાત રાજકોટના અલગ-અલગ ફાયર સ્ટેશનો ધમધમતા રહ્યાં છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો