કચ્છ: રાજસ્થાની દંપતીના ઘરમાંથી ઝડપાયું એક કરોડથી વધુનું હેરોઈન અને અફીણ, જુઓ વીડિયો
પોલીસે બાતમીના આધારે રેડ કરતા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના મકાનમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ રાખી વેચતા હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે બ્રાઉન તથા પીળા-ક્રીમ કલરનું હેરોઈન અને કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણના રસ સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એક વખત માદક પદાર્થ ઝડપાયું છે. પૂર્વ કચ્છ SOG પોલીસે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતાં પતિ-પત્નીને 1 કરોડ 12 લાખના માદક પદાર્થ હેરોઈન અને અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે તો અન્ય એક આરોપીને ઝડપવા તપાસ તેજ કરી છે.
પોલીસે બાતમીના આધારે રેડ કરતા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના મકાનમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ રાખી વેચતા હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે બ્રાઉન તથા પીળા-ક્રીમ કલરનું હેરોઈન અને કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણના રસ સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી 59 કિમી દૂર કેન્દ્રબિંદુ