સુરત : ભાજપાએ આપની છાવણીમાં ગાબડું પાડ્યું, આપના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો, જુઓ વીડિયો

સુરત : ભાજપાએ આપની છાવણીમાં ગાબડું પાડ્યું, આપના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 29, 2024 | 10:25 AM

સુરત : ભાજપ જોડો યાત્રા તેજ કરાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોનાએ આપમાં ગાબડું પાડ્યું છે. આપના 500થી વધુ કાર્યકર્તાને ભાજપમાં જોડવામાં આવ્યા છે. આપના રઘુ ઉમરા,અનુ ચાવડા સહિતના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે.

સુરત : ભાજપ જોડો યાત્રા તેજ કરાઈ છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત મોનાએ આપમાં ગાબડું પાડ્યું છે. આપના 500થી વધુ કાર્યકર્તાને ભાજપમાં જોડવામાં આવ્યા છે. આપના રઘુ ઉમરા,અનુ ચાવડા સહિતના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભગવો ખેસ પહેરાવી આપ ના કાર્યકર્તાને આવકાર આપ્યો હતો.

ચૂંટણી નજીક આવતા ભાજપની વિપક્ષ તોડો મુહિમ ચાલી રહી છે. આપ્મા મોટું ગાબડું પાડવામાં પક્ષને મોટી સફળતા મળી છે. ચૂંટણી માટે ભાજપાએ અત્યારથી કમર કસી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી જેમાં તેમણે એક સાથે તમામ 26 લોકસભા બેઠકો માટે મધ્યસ્થી કચેરીઓ ખોલી હતી. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંથી બાકીના 25 સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી ઓફિસો ખોલવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો