ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના નિયમના વિરોધમાં હડતાળ, ગુજરાતના 40 હજારથી વધુ ડોક્ટરો જોડાશે હડતાળમાં

આઇસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત આજથી ગુજરાતની ખાનગી હોસ્પિટલોના લગભગ 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 8:32 AM

આઇસીયુ (ICU) ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની (Indian Medical Association) ગુજરાત બ્રાન્ચે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત આજથી ગુજરાતની ખાનગી હોસ્પિટલોના લગભગ 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરશે. જેના કારણે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર નહીં મળી શકે. ખાનગી હોસ્પિટલોએ ઓપીડી અને ઇમરજન્સી સેવા પણ બંધ રાખવાની જાહેરાત કરી છે. આથી દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલમાં જ સારવાર માટે જવું પડશે. જો કે ડોક્ટરોના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રહેશે. પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ નહીં કરવામાં આવે. તેમજ અન્ય સારવાર પણ બંધ રાખવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના તબીબોની હડતાળના પગલે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા તમામ ખાનગી હોસ્પિટલોને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એક સપ્તાહની અંદર ICUને ગ્રાઉન્ડ ફ્લોર પર લઇ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલની બારીઓના કાચ દૂર કરવા તેમજ ઇલેક્ટ્રિક પોઇન્ટ. એસી અને વેન્ટિલેટરની સર્વિસ કરવા પણ જણાવવામાં આવ્યું છે. એએમસીના આ પત્રને કારણે ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે અમદાવાદ મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ક્યાંય ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છ. આ ઉપરાંત દર્દીઓના સગા અને OPDમાં આવતા દર્દીઓની અવરજવર લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી ઉભી થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">