AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, 1500થી વધુ વિપક્ષી દળોના કાર્યકરો અને નેતાઓએ કર્યા કેસરિયા

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, 1500થી વધુ વિપક્ષી દળોના કાર્યકરો અને નેતાઓએ કર્યા કેસરિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2024 | 6:23 PM
Share

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પક્ષમાં જોડાઇ રહેલા તમામને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. એટલું જ નહીં પાટીલે વાત વાતમાં નવા કાર્યકરોને પ્રજાના પ્રશ્નોના ઉકેલની ખાતરી પણ આપી. પાટીલે ભાજપમાં સામેલ થયેલાને સંબોધન કરતા, આશ્વાસન આપ્યું કે, તમારા દ્વારા મળેલા સૂચનો ધ્યાન પર લેવાશે અને પ્રશ્નોનું નિરાકરણ લવાશે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓપરેશન લોટસને અંજામ આપ્યા બાદ, આજે કમલમ ઉત્તર ગુજરાતના આગેવાનોથી છલકાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 1500થી વધુ કાર્યકરો, નેતાઓ અને સહકારી આગેવાનોએ એક સાથે કેસરિયા કર્યા છે. ભગવો ધારણ કરનારાઓમાં મોટા ચહેરા તરીકે કોંગ્રેસ નેતા ડોક્ટર વિપુલ પટેલ છે. જેમણે 400 કાર્યકરો સાથે કમલમમાં કેસરિયા કર્યા છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પક્ષમાં જોડાઇ રહેલા તમામને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. એટલું જ નહીં પાટીલે વાત વાતમાં નવા કાર્યકરોને પ્રજાના પ્રશ્નોના ઉકેલની ખાતરી પણ આપી. પાટીલે ભાજપમાં સામેલ થયેલાને સંબોધન કરતા, આશ્વાસન આપ્યું કે, તમારા દ્વારા મળેલા સૂચનો ધ્યાન પર લેવાશે અને પ્રશ્નોનું નિરાકરણ લવાશે.

લોકસભા ચૂંટણીમાં રાજ્યની 26 બેઠકો જીતવાનો પડકાર સાથે કેન્દ્રમાં મિશન 400 પ્લસ આ બંને પડકારો અને લક્ષ્યાંકો એકબીજાના પૂરક છે. લોકસભામાં રાજ્યની એક પણ બેઠક ગુમાવવી ભાજપ માટે કારમી હારથી કમ નથી. બસ આજ હારનો સામનો ન કરવો પડે તે માટે રાજ્યમાં ભાજપનો ભરતી મળો ચાલી રહ્યો છે.

આ પણ વાંચો કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની અટકળો ફગાવી, કહ્યું- હું કોંગ્રેસમાં જ છું

g clip-path="url(#clip0_868_265)">