બેંગાલુરુના વિરભદ્રનગરમાં પાર્ક કરેલી 15 થી વધુ બસમાં લાગી ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં મચી ગઈ નાસભાગ- જુઓ વીડિયો
બેંગાલુરુના વિરભદ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. જ્યાં પાર્ક કરેલ 15થી વધુ બસમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના વિસ્તારમાં પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બેંગાલુરુના વિરભદ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વિરભદ્રનગર પાસે આવેલા એક પ્લોટમાં 15થી વધુ બસો પાર્ક કરવામાં આવી હતી, જેમાં અચાનક આગ લાગી હતી. પાર્કિંગમાં ઉભેલી એક બસમાં આગ લાગ્યા બાદ અન્ય બસો પણ તેની ચપેટમાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગેરેજમાં લાગેલી આગ બસમાં પ્રસરી હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના વિસ્તારમાં જે રીતે ધુમાડાના ગોટેગોટા છવાયા હતા તેના પરથી લાગતું હતું કે આગ ખૂબ જ ભિષણ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરોનો આતંક યથાવત, માંડ માંડ બચ્યો બાઈક ચાલક
આ સાથે જ ડીસીપી રાહુલ ગાંધી પણ ઘટનાની ગંભીરતાને સમજીને સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી, જો કે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આગમાં હજી સુધી કોઈ જાનહાની નથી થઈ તે સારી વાત છે.
