Surat: 3 બાળકો કોરોના પોઝિટિવ, સીલ કરાયેલ રેસીડેન્સીમાં બાળકો પોઝિટિવ આવતા ચિંતા વધી

સુરતમાં અઠવામાં સીલ કરાયેલ મેઘમયુર અને આવિષ્કારમાં વધુ ત્રણ કોરોના કેસ આવતા ચિંતા વધી છે. ચિંતા એ બાબતની છે કે આ વખતે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 1:08 PM

સુરતથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ત્રણ કોરોના પોઝિટીવ કેસ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા આમાં ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

જણાવી દઈએ કે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ બાદ સુરતમાં કોરોનાએ ફરી દેખા દીધી છે. કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર પણ ચિંતામાં છે. આજે સીલ કરાયેલી બિલ્ડીંગમાં વધુ 3 બાળકો કોરોના સકારાત્મક આવતા તંત્ર દોડતું થયું. તમને જણાવી દઈએ કે આવિષ્કાર રેસીડન્સીમાં અગાઉ 11 લોકો કોરોના સકારાત્મક જોવા મળ્યા હતા. જેમાં 5 બાળકો હતો. બાદમાં ત્યાના 44 ફ્લેટોને ક્વોરન્ટાઇન કરાયા છે. હવે અહીંયા વધુ કેસ નીકળી આવતા આજુ બાજુના વિસ્તારમાં ફફડાટ છે.

આ સિવાય અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ પણ સીલ કરાયું છે. ત્યાં પણ 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. બાદમાં તેને પણ સીલ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે

આ પણ વાંચો: વેક્સિન નહીં તો ગરબા નહીં: Surat મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">