Morbi : વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી, સિંચાઇના પાણી માટે માંગ

જેમાં ખાખરેચી ગામે આવેલી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલ પર ખેડૂતો ભેગા થઈ પાણીની માંગ કરી હતી. તેમજ માળીયા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:52 PM

વરસાદ ખેંચાતા ખેડૂતોની પારાવારા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબી(Morbi ) ના માળીયા મિયાણા તાલુકાના ખેડૂતોને  સિંચાઇ(Irrigation) ના પાણીની  સમસ્યા સતાવી રહી છે. ઘાટીલા, ખાખરેચી, કુંભારીયા, વેજલપર, વેણાસર, મંદરકી, સુલતાનપુર, માણબા, ચીખલી, વાધરવા, ખીરઇ,વિશાલનગર સહિતના ગામના ખેડૂતો ભેગા થયા હતા અને પાણીની સમસ્યાનો જલદી ઉકેલ આવે તેવી માગ કરી હતી.

જેમાં ખાખરેચી ગામે આવેલી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલ પર ખેડૂતો ભેગા થઈ પાણીની માંગ કરી હતી. તેમજ માળીયા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પિયતના પાણી માટે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. સરકારે પણ જાહેરાત કરી હતી કે 30 ઓક્ટોબર સુધી ડેમોમાં મિનીમમ પાણીનો જથ્થો અનામત રાખીને ખેતીમાં પિયત માટે પાણી છોડવામાં આવે. પરંતુ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર-1 ડેમમાંથી ખેડૂતોને પાણી મળે એ શક્યતા ઓછી જણાય છે.

હાલ માત્ર 1500 MCFT જ પાણીનો જથ્થો અનામત છે. આ જથ્થો આવતા વર્ષ માટે લોકોને પીવા રિઝર્વ રખાયો છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ, જેતપુર અને વીરપુરના 18થી 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ભાદર-1 ડેમમાં બાકી રહેલ અનામત પાણીમાંથી હાલ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે તેવી કોઈ શક્યતા રહી નથી.

આ પણ વાંચો : Surat : પલસાણામાં ખાડીના પુલ પર પાણી ફરી વળ્યાં, ફસાયેલા કાર ચાલકને સ્થાનિકોએ બચાવ્યો

આ  પણ વાંચો : બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">