ખેડૂતોનો અનોખો વિરોધ : મોરબીમાં ખેડૂતોએ વીજકંપનીના અન્યાય સામે શર્ટ કાઢી વિરોધ પ્રદર્શન કર્યું

MORBI FARMERS PROTEST : હળવદ મામલદાર કચેરી ખાતે હળવદ તાલુકાના 15થી વધારે ગામોના ખેડૂતો આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 8:49 AM

 

MORBI : મોરબી જિલ્લાના હળવદમાં ખેડૂતોએ લાકડીયાથી વડોદરા 765 કેવી વીજ લાઈનના વળતર બાબતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.હળવદ મામલદાર કચેરી ખાતે હળવદ તાલુકાના 15થી વધારે ગામોના ખેડૂતો આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા.. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા છેલ્લા એક વર્ષથી તેમને અન્યાય થઇ રહ્યો છે.જેની સામે ખેડૂતોએ શર્ટ કાઢી વિરોધ વ્યક્ત કર્યો.

15થી વધુ ગામોના ખેડૂતો હળવદ મામલતદાર કચેરીએ પોતાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. કારણ છે તેમને થયેલો અન્યાય..અન્યાય એ રીતનો કે લાકડીયા ગામથી વડોદરા સુધી 765 KVની વીજ લાઇન હળવદના ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે. ખાનગી વીજ કંપની આ વીજ થાંભલા અને વીજ વાયર જે ખેતરમાંથી પસાર થશે તે ખેડૂતો પાસેથી વપરાશી હક્ક લેશે અને તેમને વળતર ચૂકવશે.

પરંતુ પહેલી વાત તો ખેડૂતોને આના માટે વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી તેમજ જે રકમ આપવામાં આવશે તે પણ ખેડૂતોને પૂરતી નહીં હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે..આ ઉપરાંત જિલ્લાઓમાં વીજ કંપની ત્યાંના ખેડૂતોને વધુ અહીં કરતાં વધુ વળતર આપે છે તેવો પણ ખેડૂતોનો આક્ષેપ છે. માટે જ તેમણે આ રીતે આ રીતે શર્ટ કાઢીને વિરોધ કરવો પડ્યો છે.

ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.હળવદ મામલતદાર અને પ્રાંત અધિકારીએ ખેડૂતો પાસેથી આવેદનપત્ર સ્વીકારી તેમની રજૂઆત ઉચ્ચકક્ષાએ મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.ખેડૂતોએ અધિકારીઓ સાથે રજૂઆત કરતા કહ્યું જો તેમને પુરતું વળતર નહિ મળે તો આત્મવિલોપન કરવાની તૈયારી પણ દર્શાવી..તેમજ આવનારી સરપંચની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : અમરેલીમાં ગેરકાયદેસર લાયન શો, પશુને બાંધી સિંહ સામે પીરસવામાં આવ્યું, જુઓ વિડીયો

આ પણ વાંચો : બળાત્કારીને 20 વર્ષની સજા : મહેસાણાના વડનગરમાં 20 વર્ષની સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">