Amreli : સાવરકુંડલામાં બે દિવસના ભારે બફારા બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લાગણી

જ્યારે સાવરકુંડલામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં ગોધકડા, લીખાળા, રામગઢમાં વરસાદ પડ્યો છે. તેમજ ચરખડિયા, ઓળિયા સહિતના સહિતના ગ્રામ્યવિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 11:28 PM

ગુજરાતના ચોમાસાના બીજા રાઉન્ડની અનેક વિસ્તારોમાં શરૂઆત થઈ છે. જેમાં અમરેલી જિલ્લામાં  બે દિવસના ભારે બફારા બાદ વરસાદ શરૂ થયો છે . જ્યારે સાવરકુંડલામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં ગોધકડા, લીખાળા, રામગઢમાં વરસાદ પડ્યો છે. તેમજ ચરખડિયા, ઓળિયા સહિતના સહિતના ગ્રામ્યવિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે.

રાજયના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના ગીરના જંગલો પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ગીરમાં ભારે વરસાદને પગલે નદી અને વોકળા સજીવ થયા છે. રાવલ નદીમાં પુર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ. જોકે જિલ્લાભરમાં ભારે ગરમી અને બફારો યથાવત છે.

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ(Weather Watch Group)ગૃપની બેઠક મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.

રાહત કમિશનરએ જણાવ્યુ કે, મંગળવારે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૦૮ જિલ્લાના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં ૧૩ મી.મી વરસાદ પડ્યો છે.

રાજયમાં અત્યાર સુધી તા.૨૪/૦૮/૨૦૨૧ સુધી ૩૫૦.૩૩મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૧.૭૧ ટકા છે. જો  કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજયમાં વરસાદના કોઇ અણસાર નથી.

આ પણ  વાંચો : નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ – જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન

આ  પણ વાંચો : GIR SOMNATH : રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો ખેડૂતોએ કર્યો વિરોધ, વેસ્ટર્ન રેલવેના GM ખેડૂતોને મળ્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">