Monsoon 2021: ભારે વરસાદના પગલે ગુજરાતના 83 ડેમ હાઈએલર્ટ પર, જાણો કયા વિસ્તારમાં શું છે હાલ

ભાદરવામાં વરસેલા ભરપુર વરસાદની અસર નદી, નાળા અને ડેમમાં જોવા મળી રહી છે. ચાલો જાણીએ ગુજરાતના કેટલા ડેમમાં શું સ્થિતિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 10:03 PM

રાજ્યમાં ગત કેટલા સમયથી મેઘરાજા ભારે બેટિંગ કરી રહ્યા છે. જેની અસર નદી, નાળા અને ડેમમાં જોવા મળી રહી છે. ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા રાજ્યના ડેમો છલોછલ થઇ ગયા છે. વરસાદના પગલે ગુજરાતના 83 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયું છે. 12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વૉર્નિંગ સિગ્નલ અપાયું છે.

આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે. નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં કુલ 92.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો અહીં 57.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે.. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 32.18 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના 20 ડેમોમાં 27.20 ડેમોમાં 27.20 ટકા પાણી છે.

આ પણ વાંચો: બહુચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંભાળી, પીડિતાની ત્રણ કલાક સુધી કરાઈ પૂછપરછ

આ પણ વાંચો: Bharuch: આ રસ્તા પરથી પસાર થતા પહેલા ચેતી જજો, બે દિવસમાં બે લોકો ખાબક્યા ખુલ્લી ગટરમાં, જુઓ Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">