આજે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, કચ્છ સહિત આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, કચ્છ (kutch) અને પાટણમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 12:35 PM

Monsoon 2022 : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી (Rain Forecast) માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ (kutch) અને પાટણમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

મેઘાની તોફાની બેટિંગથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા

રાજ્યભરમાં ભારે વરસાદને (Gujarat Rain) પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ઉત્તરથી લઈ દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જેને પગલે ઘણા જિલ્લામાં ગામ સંપર્ક વિહોણા બન્યા. તો અમુક ગામ બેટમાં ફેરવાયા.બનાસકાંઠાના અમીરગઢના બે ગામ તેમજ લાખણીનું નાણી ગામ બેટમાં ફેરવાયું.પાટણના સરસ્વતી અને મોયણી નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. નદીમાં પાણીની આવક વધતા જૂનાગઢ, પાટણ અને સુરત સહિતના વિસ્તારોમાં એલર્ટના આદેશ આપવામાં આવ્યા.તો વલસાડમાં (valsad) દરિયા કિનારે વસતા લોકોને સતર્ક રહેવાપણ કહેવામા આવ્યુ છે. તો કચ્છમાં પણ નીચાણવાળા 6 ગામોને સાવધાન રહેવા અપીલ કરાઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">