મોડાસામાં ગેસ કનેકશન શરૂ ન કરાતા મહિલાઓનો એજન્સીની ઓફિસ પર હોબાળો

સાબરકાંઠા બેન્ક સોસાયટીમાં ગેસ કનેક્શન આપ્યાના બે વર્ષ પછી પણ કાર્યરત ન થતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ દિવાળી સુધી ગેસ કનેક્શન કાર્યરત કરવા મહિલાઓએ માંગ કરી હતી.

અરવલ્લીના મોડાસા(Modasa)સાબરમતી ગેસ એજન્સીની(Gas Agency)કચેરીમાં મહિલાઓએ(Women)હોબાળો મચાવ્યો હતો. જેમાં સાબરકાંઠા બેન્ક સોસાયટીમાં ગેસ કનેક્શન આપ્યાના બે વર્ષ પછી પણ કાર્યરત ન થતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ દિવાળી(Diwali)સુધી ગેસ કનેક્શન કાર્યરત કરવા મહિલાઓએ માંગ કરી હતી.

માં સાબરકાંઠા બેન્ક સોસાયટીમાં ગેસ કનેક્શન આપ્યા બાદ તે શરૂ કરવા માટે વારંવાર રજુઆત કરવા છતાં ધ્યાને ન લેવાતા મહિલાઓ સાબરમતી ગેસ એજન્સીની કચેરીએ પહોંચી રજૂઆત સાથે વિરોધ કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે આ કનેક્શન માટે જરૂરી નાણાંની ચુકવણી કરી દેવામાં આવી છે. તેમ છતાં એજન્સી દ્વારા હજુ સુધી ગેસ કનેક્શન શરૂ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપનું ઓબીસી કાર્ડ, આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા સભા ગજવશે

આ પણ વાંચો : મહેસાણા : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની રિયલ એસ્ટેટમાં અસર, મકાનોની કિંમત આસમાને પહોંચી

Click on your DTH Provider to Add TV9 Gujarati