પાણીની પારાયણ : નર્મદાનું પાણી મેળવવા દસાડાના ધારાસભ્યે તંત્રને આપી ચેતવણી, જાણો સમગ્ર વિગત

ખેડૂતોને પાકની નુકશાનીથી બચાવવા કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરાઈ છે. સાથે સાથે 30 મે સુધીમાં પાણી આપવામાં નહી આવે તો હાઈ વે ચક્કાજામ સહિત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 9:59 AM

સુરેન્દ્રનગરના (Surendranagar) દશાડા પાટડી તાલુકાના (Patdi Taluka) ગામોમાં ખેડૂતોને સિંચાઈ પાણીની વિકટ સમસ્યા નિર્માણ પામી છે. જેને લઈ આ વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ(MLA Naushad Solanki)  નર્મદા નિગમને કેનાલમાં પાણી છોડવા માટે પત્ર લખી રજૂઆત કરી છે. પાણીના અભાવે સિંચાઈ ના કરી શકનારા ખેડૂતોના પાક મુરઝાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને પાકની નુકશાનીથી બચાવવા કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરાઈ છે. સાથે સાથે 30 મે સુધીમાં પાણી આપવામાં નહી આવે તો હાઈ વે ચક્કાજામ સહિત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલી

સુરેન્દ્રનગરના લખતર (Lakhatar)તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નર્મદા કેનાલ(Narmada Canal) પસાર થઈ છે. ખેડૂતો આ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી મેળવી રોકડિયા પાકો મેળવતા હોય છે.જો કે ધોળીધજા તરફથી જતી મુખ્ય કેનાલ અને નાની સબ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો(Farmers)પરેશાન થયા છે.જેથી લખતરના તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક તંત્રને કેનાલમાં પાણી છોડવાની માગ કરવામાં આવી છે.

એટલું જ નહીં કેનાલમાં પાણી તો છે પણ સફાઈના અભાવે આ કેનાલમાં સેવાળના થર જામી ગયા છે.જેના કારણે પાણી પીવા લાયક તો શું પાવરવા લાયક પણ બચ્યું નથી. આ પાણી વગર હાલ વરિયાળી, જીરૂ, રાયડા, અજમો જેવો પાક સુકાઈ રહ્યો છે. તેમજ અન્નદાતાની મહેતન પર પાણી ફરી વળ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">