અટકળોનો અંત : કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ‘હાથ’ નો સાથ છોડી કરશે કેસરિયા ? નેતાએ કરી સ્પષ્ટતા

કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું, હું જ્યારે પક્ષ છોડીશ, ત્યારે ડંકાની ચોટ પર કહીશ. 2022 માં કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ, નહીં તો કોંગ્રેસનો (Gujarat Congress) સૈનિક બનીને રહીશ.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 17, 2022 | 7:32 AM

Rajkot : કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસાયો (MLA Lalit Vasoya) કોંગ્રેસ નહીં છોડે. ધોરાજીમાં લગાવેલા પોસ્ટર મુદ્દે લલિત વસોયાએ સ્પષ્ટતા કરી અને દાવો કર્યો કે, તેઓ કોંગ્રસમાં (Congress)  છે અને રહેશે. તેમણે કહ્યું કે, હું જ્યારે પક્ષ છોડીશ, ત્યારે ડંકાની ચોટ પર કહીશ. 2022 માં કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ, નહીં તો કોંગ્રેસનો (Gujarat Congress) સૈનિક બનીને રહીશ. મહત્વનું છે કે, ધોરાજીમાં લલિત વસોયાએ જન્માષ્ટમી નિમિતે શુભકામના આપતા પોસ્ટર્સ લગાવ્યા.પરંતુ આ પોસ્ટરમાં કોંગ્રેસનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો.

શક્તિસિંહ ગોહિલે પક્ષપલટુઓ પર કરી ટકોર

આ ઉપરાંત લલિત વસોયાના ફોટામાંથી કોંગ્રેસનો ખેસ તેમજ કોંગ્રેસનું નિશાન પંજો પણ ગાયબ છે. જેને લઈને લલિત વસોયા કોંગ્રેસનો સાથ છોડશે તેવી ચર્ચા વહેતી થઈ હતી. જો કે, હવે લલિત વસોયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસ નહીં છોડે. તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પક્ષપલટુઓ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, સ્વાર્થી વ્યક્તિ સાથે રહે એના કરતા સામે રહે તેમાં વધારે ફાયદો છે.

કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા આજે કેસરિયા કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં પક્ષ પલટાની ઋતુ પણ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ (Gujarat BJP) અને આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીને પગલે સંગઠનને મજબૂત કરવા માટે રાત – દિવસ એક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં અંદરો – અંદરનો ગજગ્રાહ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. મહેસાણા જિલ્લાના કોંગ્રેસના આગેવાન નરેશ રાવલ (Naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમાર (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ,ત્યારે આજે તેઓ ભાજપમા જોડાશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati