Gandhinagarમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, કેન્દ્ર સરકારના કામો વખાણ્યા

ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. પાટનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સંબોધન કરતાં કેન્દ્ર સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 11:45 AM

દેશભરમાં આજે 73માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત (Gujarat)માં પણ કોરોનાને પગલે સાદગી પૂર્વક ગણતંત્ર દિવસ (Republic Day) મનાવાઈ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં નેતા અને પ્રધાનો દ્વારા ધ્વજવંદન કાર્યક્રમથી 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગરમાં પણ ગૃહ રાજ્યપ્રધાન (Minister of State for Home Affairs) હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. પાટનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સંબોધન કરતાં કેન્દ્ર સરકારની કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા લેવાતા નિર્ણયોની પ્રશંસા કરી હતી. સાથે જ રામમંદિર મુદ્દે અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે પીએમ મોદી અને અમિત શાહની સરાહના કરી હતી.

મહત્વનું છે કે રાજ્યભરમાં 73માં ગણતંત્ર દિનની ઉજવણી સાદગીપૂર્વક થઇ રહી છે. ગુજરાતમાં ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના 73માં ગણતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં સુરક્ષા દળની 18 જેટલી ટુકડીઓ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો. કોરોનાને પગલે સાંસ્કૃતિક કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Jamnagar: પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત

આ પણ વાંચો- વડોદરાના 15 શિલ્પકાર દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં બનાવશે મધર મેરીની વિશ્વની સૌથી મોટી પ્રતિમા

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">