AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગનો સપાટો, શેત્રુંજીમાંથી રેતી ચોરી કરનારા 8 વાહનો ઝડપ્યા

અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગનો સપાટો, શેત્રુંજીમાંથી રેતી ચોરી કરનારા 8 વાહનો ઝડપ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 6:46 PM
Share

અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ચાપાથળ, દેવળિયા, ગોખરવાળા સહિત નદી વિસ્તારમાંથી ગેરકાયદે ચોરી કરતા 8 વાહનોને દબોચી લઈ 60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીના પટમાં રેતી ચોરીની ફરિયાદો વધતા હવે ખાણ ખનીજ વિભાગની ટીમ હરકતમાં આવી છે ખાણ ખનીજના અધિકારી સુમિત ચૌહાણની અલગ અલગ ટીમો દ્વારા શેત્રુંજી નદીના પટમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રેતી ચોરી કરનારા સામે તવાઈ શરૂ કરવામા આવી છે.

ખાનગી રાહે વોચમાં રહી ખનીજ વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાપાથળ, દેવળીયા, ગોખરવાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં સૌથી મોટી નદી શેત્રુંજી વિસ્તારમાં ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લીધા છે. જેમા 5 ટ્રેક્ટર 2 ડમ્પર, 1 લોડર સહિત 8 જેટલા ગેરકાયદે ચોરી કરતા વાહનો અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી લીધા છે.

8 વાહનો કબ્જે કરી 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

તમામ વાહનો અમરેલી ખાણ ખનીજ વિભાગ કચેરીમાં લાવી સિઝ કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 60 લાખ ઉપરાંતનો મુદામાલ કબજે લીધો વાહન ચાલકોને દંડ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં શેત્રુંજી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં દંડ કરી કાર્યવાહી હાથ ધરતા રેતી ચોરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરીમાં અમરેલી ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણ, રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુ, ભગીરથસિંહ સહિત કર્મચારીઓ જોડાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ”ICMR ના રિપોર્ટ પ્રમાણે સિવિયર કોરોનાનો ભોગ બનેલાને હાર્ટ એટેકનું જોખમ વધારે” – ડૉ. મનસુખ માંડવિયા

રેતી ચોરી અંગે અને રેતીની લિઝ આપવા માટે ધારસભ્ય દ્વારા પણ રજુઆત કરાઈ

સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી અને અમરેલીના અધિકારીઓને પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી હતી. ખનીજ ચોરી અટકાવવા અને રેતીની લિઝ આપવી. જેથી રાજય સરકારને નુકસાન જતું અટકે ઉપરાંત રેતી ચોરીની ઘટનાઓ પણ ઘટી શકે છે ત્યારે અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમે વધુ સક્રિયતા દાખવી કામગીરી હાથ ધરી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">