રાજયમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે. તો ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તો સતત ત્રીજા દિવસે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધે તેવી સંભાવના છે. તો રાજ્યમાં સૌથી વધારે નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6-7 દિવસ રાજ્યમાં સુકૂ વાતાવરણ રહે તેવી સંભાવના છે.
તો આ સાથે જ રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગાંધીનગર, ખેડા, મોરબી, મહેસાણા, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ સુરત, તાપી, વલસાડ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
Published On - 10:51 am, Fri, 22 December 23