રાજ્યમાં અગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 અને 8 સપ્ટેમ્બર ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

GANDHINAGAR : રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 48 કલાકમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. આ હળવા દબાણથી ગુજરાતને સારો વરસાદ મળશે. જેના આધારે હવામાન વિભાગે આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 7 અને 8 સપ્ટેમ્બર ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં નવસારી , વલસાડ , સુરત , તાપી , દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં અમરેલી , જૂનાગઢ , દિવ , ગીર , સોમનાથમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ મહિનામાં રાજ્યમાં વરસાદની ઘટ પુરી થઈ શકે છે. હાલ રાજ્યમાં 48.65 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદનાં આંકડા પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 16 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. 36 તાલુકામાં 20 થી 40 ઈંચ વરસાદ, 124 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ, 62 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ અને 13 તાલુકામાં 2 થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : RAJKOT : નકલી દવાના કેસમાં 7 ધોરણ સુધી ભણેલા બોગસ ડોકટર અને પત્ની સહીત 3 સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો : National Teachers Award: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં 44 ગુરુજનોનું કરાશે સન્માન, વાંચો સન્માન પામનારા શિક્ષકોનું લિસ્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati