Gujarat Video: આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, બપોરે ગરમી અને રાત્રે તાપમાન ઘટવાની આગાહી
આગામી દિવસોમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગાહી મુજબ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. એટલે કે રાત્રી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં હાલમાં 37 ડીગ્રીની આસપાસ તાપમાન દિવસે રહેવાની સંભાવના છે.
આગામી દિવસોમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગાહી મુજબ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. એટલે કે રાત્રી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં હાલમાં 37 ડીગ્રીની આસપાસ તાપમાન દિવસે રહેવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં બપોરનુ તાપમાન 38 ડીગ્રીની આસપાસ રહેશે.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
આમ હવે રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધવાની શરુઆત થઈ ચુકી છે અને હવે ઠંડીનો ચમકારો થોડો વધારે જોવા મળશે. હાલમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. આ પ્રકારનુ વાતાવરણ હજુ પણ અનુભવાઈ શકે છે. બેવડી ઋતુને લઈ રાજ્યમાં બિમારીનુ પ્રમાણ વધેલુ જોવા મળી રહ્યુ છે. હાલમાં છેલ્લા કેટલાક દિવસથી વાયરલ ફિવરની અસર પણ જોવા મળી રહી છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સોનીની દુકાનમા લૂંટારૂ મહિલાના વેપારીએ એવા હાલ કર્યા કે સહુ જોતા રહ્યા
ગુજરાત પર ફરી ભારે ચક્રવાતનું સંકટ ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાના બાળકો તમને વ્યસ્ત રાખશે, કર્મચારી તરફથી ટેકો મળશે
300 કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
