મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સેનામાં બે ભાગલા, અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જોડાતા રાજકારણ ગરમાયુ

આ પદયાત્રામાં ભાજપના અલ્પેશ ઠાકોર સાથે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોર(Bharat Thakor) હાજર રહેતા અનેક રાજકીય તર્કવિતર્ક શરૂ થયા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 26, 2021 | 7:49 PM

ગુજરાતમાં(Gujarat)આગામી વર્ષે યોજાનારી વિધાનસભાના ઇલેક્શન(Election)પૂર્વે જ જાતિગત સમીકરણોને લઈને ભાજપ અને કોંગ્રેસ હવે મેદાનમાં છે. જેમાં ભાજપના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) દ્વારા મહેસાણામાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પદયાત્રાની(Padyatra)શરૂઆત કરી હતી.

તેમણે આજે મહેસાણાના મરતોલીથી બહુચરાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હતી. જો કે આ પદયાત્રામાં ભાજપના અલ્પેશ ઠાકોર સાથે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોર(Bharat Thakor) હાજર રહેતા અનેક રાજકીય તર્કવિતર્ક શરૂ થયા છે.

આમાં મોટી સંખ્યામાં ઠાકોર આગેવાનો જોડાયા છે. તેમજ આ અંગે ભરતસિંહે કહ્યું છે કે આ રાજકીય નહિ સામાજિક કાર્યક્રમ છે. તેમજ હું ક્ષત્રિય ઠાકોર સેનાનો બીજા નંબરનો નેતા છું. જો આ પદયાત્રાના બહુચરાજીના ઠાકોર સેનાના આગેવાનો જોડાયા છે. જ્યારે મહેસાણાના ઠાકોર સેનાના રામજી ઠાકોર આ અંગે અજાણ છે. આમ મહેસાણામાં પણ ક્ષત્રિય ઠાકોર સેનામાં બે ભાગલા પડેલા નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી પહેલા ઠાકોર સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પદયાત્રા ઠાકોર સેના અને ઓએસએસ મંચના સહયોગથી કરવામાં આવશે. જેના પગલે ટીવી નાઈનની ટીમે અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી.

અલ્પેશ ઠાકોરએ કહ્યું કે પદયાત્રા કરવીએ મારો સ્વભાવ છે. મે ગત મહિને પણ બનાસકાંઠામાં પદયાત્રા કરી હતી. તારીખ નક્કી હતી અને બહુચરાજીથી થવાની હતી. આ નવી જાહેરાત નથી. આ સમાજની એકતા માટે વ્યવસન મુકિત માટેની યાત્રા છે. આ પદયાત્રા તમામ લોકોને ખુલ્લુ આમંત્રણ છે. તેમજ સમાજના સંગઠનને મજબૂત કરવા માટેની યાત્રા છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેવો મરતોલીથી બહુચરાજી ધામ સુધી પદયાત્રા કરશે. જેમાં અનેક સમાજના લોકો જોડાશે. આ પદયાત્રા સમાજના હિત માટે છે અને એક વિચારધારાને લઇને ચાલે છે. તેમજ સમાજ વ્યસનમુકિત અભિયાન કેવી રીતે જોડાઈ શકે તે માટેનો પ્રયાસ છે.

આ પણ વાંચો :  શાહઆલમ વિસ્તારમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ પણ વાંચો :  સાબરમતી નદીની સફાઇમાં કોર્પોરેશનની બેદરકારી, નદી ઉત્સવમાં સફાઇ માટે એક જ દિવસની ફાળવણી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati