Mehsana : સામાજિક પ્રસંગે જતા લોકો ભરેલો ટેમ્પો ઊલટી પડયો, અનેક લોકો ઇજાગ્રસ્ત

વડનગરના લીંબડી ગામનો પરિવાર ટેમ્પામાં મહેસાણાના નાનીદાઉના રેલવેપુરા ખાતે બહેન માટે મામેરું લઇને નીકળ્યા હતા. જો કે આ દરમ્યાન મોટી દાઉ નજીક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં 108 ને જાણ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 10:53 PM

ગુજરાતના મહેસાણા(Mehsana)  ઉંઝા હાઇવે પર અકસ્માતની (Accident)  ઘટના ઘટી છે. જેમાં મોટીદાઉ ગામ પાસે ટેમ્પાને અકસ્માત નડયો હતો. જેમાં  સામાજિક  પ્રસંગે જતા લોકો ભરેલો ટેમ્પોએ પલટી ખાધો હતો. ટેમ્પોમાં 35 જેટલા  લોકો સવાર હતા જેમાંથી અનેકને  ઈજા થઈ છે . આ ઘટનાની જાણ થતાં પાંચ 108 ઈમરજન્સીની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જેમાં મળતી માહિતી મુજબ વડનગરના લીંબડી ગામનો પરિવાર ટેમ્પામાં મહેસાણાના નાનીદાઉના રેલવેપુરા ખાતે બહેન માટે મામેરું લઇને નીકળ્યા હતા. જો કે આ દરમ્યાન મોટી દાઉ નજીક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં 108 ને જાણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્યમાં આજે આણંદના ઈસ્માઈલ નગર પાસે આવેલા ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રીપલ અકસ્માત સર્જાયો..બસ, રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા અફરા-તફરી મચી ગઈ હતી… અકસ્માતમાં રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે લઈ જવાયો હતો. બીજી તરફ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, બનાવની જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">