મહેસાણા સાંસદ શારદાબેન પટેલ નહીં લડે ચૂંટણી? કહ્યું હું ટિકિટના માપદંડમાં નથી આવતી
ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણી કાર્યાલયની શરુઆત બેઠક દીઠ શરુ કરી છે. મહેસાણા જિલ્લામાં પણ લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યાલય શરુ કરવામાં આવ્યુ છે. આ દરમિયાન મહેસાણાના સાંસદ સભ્ય શારદાબેન પટેલે પોતે લોકસભાના ઉમેદવાર નહીં હોવાનું કહ્યુ છે. તેઓ એ માટે ટિકિટના માપદંડમાં નહીં હોવાનું કારણ બતાવ્યુ હતુ.
મહેસાણાના સાંસદ સભ્ય શારદાબેન પટેલે પોતે આગામી ચૂંટણી માટે ઉમેદવાર નહીં હોવાની વાત કરી છે. આ માટે તેઓએ કહ્યુ છે કે, પોતે હવે ઉંમરના હિસાબથી ટિકિટના માપદંડમાં સમાવેશ થઈ શકે એમ નથી. શારદાબેન પટેલે પાર્ટીના હિતની વાત કરીને સામે ચાલીને ઉમેદવારીની રેસમાંથી હટી જવાની વાત કરી છે. વર્તમાન સમયમાં આઈટી અને ટેક્નોલોજીના જાણકાર લોકોની જરુરીયાત વધારે હોવાનું બતાવ્યુ હતુ.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
આમ તેઓએ યુવા અને ઓછી ઉંમરના લોકોની વર્તમાન સમયમાં જરુર હોવાની અને તેમને તક મળે એમ કહ્યુ હતુ. તેઓએ બતાવ્યુ હતુ કે, વર્તમાન સમયમાં યંગ બ્લડની જરુરીયાતનો છે. આમ સાંસદ શારદાબેને દેશને માટે હવે યુવાનોને આગળ આવવા અને પોતાની ઉંમરને લઈ હવે ઉમેદવારીથી દુર રહેવાની વાત કરી હતી. જોકે તેઓએ કહ્યુ હતુ કે, પક્ષ જે કહે એમ કરવાનું કહ્યુ હતુ. મહેસાણા લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકવા સમયે તેઓએ પોતાની વાત રજૂ કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
