Mehsana: ગુજરાતીઓની વિદેશ જેવાની ઘેલછા યથાવત, બોટ મારફતે કેનેડાથી અમેરિકા જતા ચાર યુવકો ઝડપાયા, IELTSમાં 8 બેન્ડ છતા અંગ્રેજીનાં નામે ભગો વાળતા ભાંડો ફુટ્યો

મહેસાણા (Mehsana) જિલ્લાના ચાર યુવકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો IELTSમાં 8 બેન્ડ મેળવ્યા બાદ કેનેડા પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 9:48 AM

વિદેશ મોહમાં અનેક લોકો વારંવાર ગેરરિતી આચરતા હોવાનું સામે આવે છે. અગાઉ અમેરિકામાં (America) જવાની લાલચમાં અમેરિકા અને કેનેડા બોર્ડર (America-Canada border)પર અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવેલા છે. આમ છતા લોકોની વિદેશ જવાની ઘેલછા ઓછી થતી નથી. અમેરિકામાં ઘુસવા ભારતના અનેક લોકો વારંવાર ગેરકાયદે પ્રયાસો કરતા હોવાનું સામે આવે છે. ત્યારે વધુ એક વાર મહેસાણા (Mehsana) જિલ્લાના 4 યુવકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. નદીમાં બોટ મારફતે કેનેડાથી અમેરિકા જતા ચાર યુવકો પકડાઈ ગયા છે.

ચારેય ગુજરાતી યુવકોને કોર્ટમાં રજુ કરાયા

મહેસાણા જિલ્લાના ચાર યુવકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો IELTSમાં 8 બેન્ડ મેળવ્યા બાદ કેનેડા પહોંચ્યા હતા. જે પછી યુવકો કેનેડાથી અમેરિકા નદીમાં બોટ મારફતે જઇ રહ્યા હતા. આ સમયે બોટ ડૂબી જતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ યુવકોને ઝડપી લીધા હતા. જે પછી આ યુવકોને કોર્ટમાં રજૂ કર્યા હતા.

8 બેન્ડ મેળવી અમેરિકા પહોંચેલા વિદ્યાર્થીઓ

  • પટેલ ધ્રુવ રસિકભાઈ
  • પટેલ નીલ અલ્પેશકુમાર
  • પટેલ ઉર્વીશ શૈલેષભાઈ
  • પટેલ સાવન રાજેન્દ્રકુમાર

અમેરિકાની કોર્ટમાં આ ચાર યુવકોને રજૂ કર્યા બાદ મોટો ખુલાસો થયો હતો. આ યુવકો IELTSમાં 8 બેન્ડ મેળવ્યા હોવા છતાં અંગ્રેજી બોલી શક્યા ન હતા. જે પછી આ અંગે અમેરિકાની એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. જેના આધારે મહેસાણા SPએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપી છે. મહેસાણા SOGએ યુવકોને અમેરિકા મોકલનારા એજન્ટોની તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ બની છે આવી અનેક ઘટના

મહત્વનું છે કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર રીતે જઇ રહેતા ગુજરાતી પરિવારનું બોર્ડર પર જ મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. ડીંગુચાનો એક પરિવાર કાતિલ ઠંડીમાં કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા નીકળ્યો હતો, પરંતુ અમેરિકાની હદ શરુ થાય તેનાથી સાવ નજીક પરિવારના ચારેય સભ્યો થીજીને મોતને ભેટ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ કેનેડા અને અમેરિકાની પોલીસે પોતાને ત્યાં સક્રિય એજન્ટો પર તવાઇ બોલાવી હતી, તો બીજી તરફ ગુજરાત પોલીસે પણ સક્રિય થઈ એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">