Mehsana: કડી નજીક 5 ફેક્ટરીઓ પર ચડ્ડી બનિયાન ધારી ટોળકી ત્રાટકી, પથ્થર મારો કરતા સિક્યુરિટી ગાર્ડને ઈજા, જુઓ CCTV Video
મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં તસ્કરોએ ત્રાસ વર્તાવ્યો છે. જોકે હાલમાં પાટણ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં તસ્કરોનો ત્રાસ વધી ચુક્યો છે. મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં આવેલ સાદરામાં 5 જેટલી ફેક્ટરીઓમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી હતી. સિક્યુરિટી ગાર્ડ પર પથ્થર મારો કરીને હુમલો કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવાને લઈ એકને ઈજા પહોંચી છે. જસવંત ઠાકોર નામના ગાર્ડને પથ્થર વાગવાને લઈ ઈજા પહોંચી છે.

આ પણ વાંચોઃ પ્રાંતિજના બ્રહ્માણી માતાની પલ્લી સવારીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, જુઓ Video
સાદરા નજીક ગ્રીન અર્થ કંપનીમાં ગેંગે હુમલો કર્યો હતો. જે હુમલામાં સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચી હતી. સિક્યુરિટી ગાર્ડઝને ઓફિસમાં પુરી દઈને ચડ્ડી બનીયાન ધારી ટોળકીએ લૂંટ કરી હતી. ખાનગી કંપનીમાંથી જોકે માત્ર 5 હજાર રુપિયાના વિનિયર કેલિપરની લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાયની અન્ય ચાર ફેક્ટરીઓ આશુતોષ માર્કેટિંગ, ચૂજી ફૂડ પ્રા.લી., પાર્થ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં પણ ગેંગ ત્રાટકી હતી. જેમાંથી કેટલી લૂંટ થઈ એ અંગેની તપાસ પણ શરુ કરવામાં આવી છે. લૂંટને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને CCTV આધારે તપાસ શરુ કરી છે.