મહેસાણા નસબંધી કાંડ મુદ્દે હવે વિશ્વ હિંદુ પરિષદ આવ્યુ મેદાનમાં, ઈરાદાપૂર્વક હિંદુ યુવકોને ટાર્ગેટ કરી કૌભાંડ આચર્યાનો લગાવ્યો આરોપ- Video

મહેસાણા નસબંધી કાંડ મુદ્દે હવે વિશ્વ હિંદુ પરિષદ આવ્યુ મેદાનમાં, ઈરાદાપૂર્વક હિંદુ યુવકોને ટાર્ગેટ કરી કૌભાંડ આચર્યાનો લગાવ્યો આરોપ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2024 | 11:29 AM

ગુજરાતમાં નસબંધીકાંડમાં દિવસે દિવસે ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. હેલ્થ વર્કસે ટાર્ગેટ પુરો કરવા માટે અપરણિત યુવકનું નસબંધીનું ઓપરેશન કર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેના પગલે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. નસબંધીના તમામ 28 ઓપરેશનની તપાસ હાથ ધરવામાં આવશે.

નવી સેઢાવી આરોગ્ય કેન્દ્નના હેલ્થ વર્કર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ 8 આરોગ્ય ઓફિસર-કર્મચારીઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી હોવાનું નિવેદન આરોગ્ય અધિકારી આપી રહ્યાં છે. આ સાથે જ આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે તેમણે કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. આ અગાઉ આરોગ્ય અધિકારીએ એક ઈન્ટરવ્યુમાં  ટાર્ગેટ વગર કર્મચારી કામ ન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  અપરણિત વ્યક્તિની નસબંધી કરી શકાય નહીં તેવું નિવેદન પણ આરોગ્ય અધિકારીએ આપ્યુ હતુ.

નસબંધીકાંડના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં

મહેસાણામાં નસબંધીકાંડના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યા છે. ઈરાદાપૂર્વક નસબંધીનું કૌભાંડ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિધર્મી હેલ્થ વર્કરે હિન્દુ યુવકની નસબંધી કરાવ્યાનો આરોપ લગાવ્યો છે. નસબંધી પહેલા પરિવાર-યુવકની મંજૂરી લીધી ન હતી. નસબંધી કેસમાં વિધર્મી હેલ્થ વર્કરની ભૂમિકા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. નસબંધીના કેસની આંકડા જાહેર કરવા VHPએ માગ કરી છે.

PC એન્ડ PNDT એક્ટનો ભંગ કરનાર સામે કાર્યવાહી

PC એન્ડ PNDT એક્ટનો ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા અને કડીના 2 ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણમાં ડો. પ્રિયાસું પટેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે. કડીમાં ડો.જીજ્ઞેશ હાલાણીની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સોનોગ્રાફી મશીનો સીલ કાર્યવાહીથી ગાયનોકોલોજીસ્ટ તબીબોમાં ફફડાટ જોવા મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">