Mehsana: દિવાળીમાં મીઠાઈ ખાતા પહેલા ચેતજો, ધમધમી રહ્યું છે નકલી માવાનું કાળા બજાર

મીઠાઈના શોખીનો માટે ચેતવતો કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. જ્યાં વેપારીઓ માવામાં સોજી, વનસ્પતિ ઘી અને પાવડરનો ઉપયોગ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:11 PM

દિવાળીના તહેવારમાં મીઠાઈના શોખીનો સાવધાન થઈ જજો. તહેવારોમાં જે મીઠાઈ આપ માવાની સમજીને ખાઈ રહ્યા છો, બની શકે છે કે તેમાં માવો નહીં પણ પામોલીન, વનસ્પતિ ઘી હોય. જી હા મીઠાઈના શોખીનો માટે ચેતવતો કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. જ્યાં વેપારીઓ માવામાં સોજી, વનસ્પતિ ઘી અને પાવડરનો ઉપયોગ કરે છે. સોજી, વનસ્પતિ ઘી અને અન્ય પદાર્થ ઉમેરી માવો તૈયાર કરાય છે. નકલી માવો પકડાય નહિ તે માટે વિશ્વાસુ વ્યકિત દ્વારા જે તે વિસ્તારના વેપારીના ઓર્ડર મુજબ ૩૦ થી ૫૦ કિલોનો નકલી માવાનો જથ્થો સપ્લાય કરાય છે. નકલી માવા અંગે કેટલાક વેપારીઓ જાણવા છતાં વધુ નફો કમાવાની લાલચમાં આંખ આડા કાન કરે છે. નકલી માવાની મીઠાઈ આરોગવી સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.

જ્યારે આવા કૌભાંડો સામે આવે છે ત્યારે લોકો એ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી બને છે. અને ચેતીને પ્રથમથી જ તપાસીને માવો અને તેની મીઠાઈ લેવી જરૂરી બને છે. તો આવા તત્વો સામે તંત્ર શું પગલા લઇ રહ્યું છે એ પણ એક સવાલ છે. સવાલ છે બજારમાં મળતી મીઠાઈ કેટલી સુરક્ષિત? મહેસાણામાં નકલી માવાનું કાળા બજાર ચાલે છે. જે ખુબ જોખમી છે.

 

આ પણ વાંચો: Vadodara: કરજણના હેતલબેનની વેક્સિનેશનની કામગીરીનો PM એ મન કી બાતમાં કર્યો ઉલ્લેખ, જાણીને તમને પણ થશે ગર્વ

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ, તૈયાર પાક ઉપર વરસાદ વરસતા પાકનું ધોવાણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">