હાઈકોર્ટના ચુકાદા બાદ બેટ દ્વારકામાં ફરી ચાલ્યુ બુલડોઝર, વક્ફની ડિમોલિશન પર રોક માગતી અરજી કોર્ટે ફગાવી
બેટ દ્વારકામાં આજે ફરી વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી. વક્ફ બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં ડિમોલિશન પર રોક માગતી અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિકાલ કરતા કોર્ટ દ્વારા સ્ટે હટાવી લેવાતા ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે.
બેટ દ્વારકામાં ફરી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. વક્ફ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીને પગલે દબાણો હટાવવા હટાવવાની કામગીરી પર રોક લગાવવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવતા ડિમોલિશન પરથી સ્ટે હટી ગયો છે. જેના કારણે આજથી ફરી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા 800 પોલીસ જવાનોને તૈનાત રાખી આ કામગીરી શરૂ કરી હતી.
8 જેટલા સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા
આજની કામગીરી દરમિયાન ગૌચરની જમીન પર કરાયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી. અંદાજે 6500 સ્કવેર ફીટ જગ્યા ખુલ્લી કરાઈ છે. બેટ દ્વારકામાં ગૌચર જમીન પર આવેલી મસ્જિદ, મદરેસા અને દરગાહ ધરાશાહી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટના નિર્ણય બાદ હને દ્વારકા વહીવટી તંત્ર માટે ગેરકાયદે બાંધકામોને ધરાશાયી કરવાનો રસ્તો સાફ થયો છે.
બેટ ભાડેલા મુસ્લિમ સમાજ દ્વારા હાઈકોર્ટમાં કરાઈ હતી 3 અલગ અલગ અરજી
અત્યાર સુધીમાં બેટ દ્વારકામાં 525 જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. જેના દ્વારા 1 લાખ 27 હજાર ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાઈ છે. અંદાજિત 73 કરોડ રૂપિયાની જમીન સરકારી જમીન પર ગેરકાયદે રીતે કરાયેલા બાંધકામો હટાવી દેવાયા છે. અગાઉ બે તબક્કામાં 500 થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા. હવે ત્રીજો તબક્કો શરૂ કરાયો છે. જો કે આ ત્રીજા ચરણનું ડિમોલિશન શરૂ થાય એ પહેલા બેટ ભાડેલા મુસ્લિમ સમાજ દ્વારા હાઈકોર્ટમાં ત્રણ અલગ અલગ અરજીઓ કરવામાં આવી હતી. જેમા ગૌચરની જમીન પર કરાયેલા ધાર્મિક દબાણોને ન હટાવવા માટેની કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. જો કે હાઈકોર્ટે આ તમામ અરજીઓ તમામ અરજીઓ ફગાવી દીધી છે. જે બાદ દ્વારકા રેન્જ આઈજી નીતિશ પાંડેયની અધ્યક્ષતામાં અને રાજકોટ રેન્જ આઈ જી અશોક કુમાર યાદવના સીધા સુપરવિઝન હેઠળ દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ કરાઈ છે. આ દરમિયાન 8 જેટલા સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા છે.
Input Credit- Mohit Bhatt- Dwarka