સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ડિમોલિશન, 500 પોલીસ કર્મીનો બંદોબસ્ત, જુઓ વીડિયો
સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પડાયા છે. મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી છે.
સોમનાથમાં આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પડાયા છે. મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી છે.
દબાણ હટાવવા માટે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવાથી અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી થશે. ડિમોલિશન કાર્યવાહી સમયે SOG, LCB તેમજ GRD મળી 500 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી
બીજી તરફ આ અગાઉ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી . જેમાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી હતી.
