GANDHINAGAR : સી.આર.પાટીલના ઘરે નિરીક્ષકોની બેઠક પૂર્ણ, નવા મુખ્યપ્રધાનનું નામ લગભગ નક્કી કરી લેવાયું

Gujarat New CM : સી.આર.પાટીલના ઘરે બંને નિરીક્ષકો, પ્રભારી ભુપેન્દ્ર યાદવ, બી.એલ. સંતોષ સહીતના નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી જે પૂર્ણ થઇ છે.

GANDHINAGAR : રાજ્યના નાવ મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવા આજે કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ચુગ અમદાવાદ આવી પહોચ્યા હતા અને ત્યારે બાદ તેઓ ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ઘરે પહોચ્યા હતા. અહી બંને નિરીક્ષકો, સી.આર.પાટીલ, પ્રભારી ભુપેન્દ્ર યાદવ, બી.એલ. સંતોષ સહીતના નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી જે પૂર્ણ થઇ છે. હાલ નરેન્દ્રસિંહ તોમર સહીતના નેતાઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રવાના થયા છે. આ બેઠકમાંથી બહાર નીકળતા સમયે કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલના ઘરે થયેલી આ બેઠકમાં નવા મુખ્યપ્રધાનનું નામ લગભગ નક્કી કરી લેવામાં આવ્યું છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati