કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને બેઠક પૂર્ણ, એનેક્સી ખાતે અધિકારીઓ સાથે બેઠક

તો અમદાવાદમાં ધારાસભ્યો બાદ ગૃહપ્રધાન અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ છે. અમદાવાદ એનેક્સી ખાતે આ બેઠક મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 2:51 PM

ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત પ્રવાસના આજના ત્રીજા દિવસે બેઠકોનો દોર ચલાવ્યો. તેમણે અમદાવાદના રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને બેઠક યોજી. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત ગાંધીનગર લોકસભાના ધારાસભ્યો હાજર રહ્યા. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા અંગેની ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું કે- બેઠકમાં કોઈ ચૂંટણી લક્ષી મુદ્દો ચર્ચાયો નથી. ફક્ત મતદાર યાદીમાં કોઈ મતદાતાનું નામ રહી ન જાય. નવા નામો ઉમેરાય અને મતદાતાને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવા અંગેની ચર્ચા થઈ છે.

તો અમદાવાદમાં ધારાસભ્યો બાદ ગૃહપ્રધાન અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ છે. અમદાવાદ એનેક્સી ખાતે આ બેઠક મળી છે. આ બેઠકમાં શહેર પોલીસ કમિશનર, મુખ્ય સચિવ હાજર રહ્યાં છે. તથા, આઈ.એ.એસ. અધિકારી વિજય નહેરા પણ બેઠકમાં હાજર રહ્યાં છે. તો અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે પણ હાજર રહ્યાં છે. આ ઉપરાંત, બેઠકમાં રાકેશ શંકર, સેક્રેટરી, પ્લાનિંગ વિભાગ, જી.એ.ડી. વિભાગ પણ હાજર રહ્યા છે.

નોંધનીય છેકે અમિત શાહ છેલ્લા 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. તેમણે પરિવાર સાથે દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી કરી હતી. ત્યારે આજે ભાઇબીજના દિવસે તેમણે ગુજરાતમાં બેઠકોનો દૌર શરૂ કર્યો છે. જેને આગામી વિધાનસભા ચૂંટણી તૈયારીરૂપે જોવાઇ રહી છે.

આ પણ વાંચો : AIIMSના ડૉક્ટરે WHOની ચેતવણીને નકારી ! કહ્યું-પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે, કોરોનાની આગામી લહેર શક્ય નથી

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">