Surat : સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા માવાના નમૂના ફેલ, સામાન્ય માપદંડ કરતા મિલ્ક ફેટ ઓછુ મળ્યુ, જુઓ Video

Surat : સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા માવાના નમૂના ફેલ, સામાન્ય માપદંડ કરતા મિલ્ક ફેટ ઓછુ મળ્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2025 | 2:53 PM

સુરતમાં દિવાળીના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. સુરતમાંથી લીધેલા માવાના 19 નમૂનામાંથી એક નમૂનો નિષ્ફળ નીકળ્યો છે.

આગામી તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે માટે સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ત્યારે સુરતમાં દિવાળીના તહેવાર પહેલા મનપા એકશનમાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. સુરતમાંથી લીધેલા માવાના 19 નમૂનામાંથી એક નમૂનો નિષ્ફળ નીકળ્યો છે.

19 માવા વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા હતા. દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના નિષ્ફળ ગયો છે. માવામાં મીલ્ક ફેટનું પ્રમાણ ઓછુ હોવાનું સામે આવ્યું છે. 30 ટકાના બદલે 26 ટકા મીલ્ક ફેટનું પ્રમાણ સામે આવ્યું છે. સામાન્ય માપદંડ કરતા મિલ્ક ફેટનું પ્રમાણ 6 ટકા ઓછું હતુ.

બીજી તરફ દાહોદમાં પણ દિવાળી પહેલા ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. ડેરી, સ્વીટ માર્ટ, ફરસાણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.શહેરભરના અલગ-અલગ દુકાનોમાં તપાસ કરી છે. દૂધ, પનીર, માવા સહિતની વાનગીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા છે. જો કે ફૂડ વિભાગ સક્રીય થતાં ભેળસેળિયાઓમાં ફફડાટ થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો