ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભીષણ આગ, ધુમાડાના ગોટા દુર સુધી દેખાયા

ire in Aalng : અલંગના કઠવા ગામ પાસે આવેલા ખાડામાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ સર્જાઈ છે. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટા દુર સુધી જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 12:18 PM

BHAVNAGAR : તળાજા નજીક આવેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે.અલંગના કઠવા ગામ પાસે આવેલા ખાડામાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ સર્જાઈ છે. આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટા દુર સુધી જોવા મળ્યા હતા. હાલ તળાજા નગરપાલિકા ફાયરની ટીમ, ભાવનગરથી મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ અને ભાવનગર રીજનલના ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે જવા માટે રવાના થયો છે.. તેમજ આગને કાબુમાં લાવવા ફાયર વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં કાઠવા ગામે કોલ્ડ સ્ટોરેજ અને ફર્નીચરના ખાડાઓ આવેલા છે. અહી 3 ખાડામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. આગની જાણ થતા ભાવનગરથી ફાયરની ટીમ મોકલીદેવામાં આવી છે અને તળાજા નગરપાલિકાની ફાયર ટીમ પણ આગને કાબુમાં લેવા કામે લાગી છે.આ સાથે જ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની ફાયર વિભાગની ટીમ સહીત કુલ 5 ટીમો કામે લાગી છે.

આ આગ ખુબ ભીષણ છે, જેના પરથી લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ આગને કોઈ પણ સંજોગોમાં કાબુમાં લેવા માટેના તમામ પ્રયત્નો હાલ શરૂ છે.

આ પણ વાંચો :  GANDHINAGAR : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે અમૂલના 415 કરોડના વિવિધ 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચો : BHAVNAGAR : કોળીયાક ગામે જ્વેલર્સ શોપમાંથી 10 લાખથી વધુના સોના-ચાંદીના ઘરેણાની ચોરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">