Amreli : બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
અમરેલીના બાબરાની GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બાબરામાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના બાબરાની GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બાબરામાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં આગ લાગી હતી.
કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર 50 ટકા કાબૂ મેળવાયો છે.
બીજી તરફ આ અગાઉ સાબરકાંઠાના હિંમતનગરના પાણપુર પાટિયા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. રાત્રીના સમયે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર થોડો કાબુ મેળવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો