ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર, લોકોમાં ખુશીની લહેર

જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોના વરસાદ પડ્યો છે. જ્યાં મેઘમહેર જોવા મળી છે તેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીના મેઘરજ તથા શામળાજી પંથકમાં મેઘરાજાએ સવારી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 8:34 PM

ગુજરાત(Gujarat)માં લાંબા વિરામ બાદ મેઘરાજાએ રાજ્યના ઉત્તર અને સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘરાજાનું હેત વધારે વરસ્યું છે. જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોના વરસાદ(Rain)પડ્યો છે. જ્યાં મેઘમહેર જોવા મળી છે તેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીના મેઘરજ તથા શામળાજી પંથકમાં મેઘરાજાએ સવારી કરી હતી.

જ્યારે સાબરકાંઠાના ઇડર અને પોશીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના દાંતા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીના ખાંભા, સુરેન્દ્રનગરના લીંબડી અને કચ્છના રાપર પંથકમાં પવન સાથે મેઘરાજાએ સવારી કરી હતી.

વરસાદની કાગડોળે રાહ જોતા ગુજરાત(Gujarat)માટે સારા સમાચાર છે. જેમાં જન્માષ્ટમી(Janmashtmi)થી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ(Rain)પડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે.

જ્યારે તો 1 સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી આગાહી  હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે ગુજરાત ભાજપ 7100 રામમંદિરમાં એક સાથે આરતી કરશે

આ પણ વાંચો :  કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">