Tv9ના સત્તા સંમેલનમાં બોલ્યા મનસુખ માંડવિયા, ‘પાટીદારો ભાજપ સાથે હંમેશા રહેવાના છે’

Gujarat Election 2022: Tv9ના સત્તા સંમેલનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાત ચૂંટણીને લઈને ખેડૂતો, પાટીદારો, સહિત અનેક મુદ્દે વાત કરી જેમા તેમણે જણાવ્યુ કે ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 21, 2022 | 12:10 AM

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. તમામ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે Tv9ના સત્તા સંમેલનમાં રાજકીય દિગ્ગજો સાથે ગુજરાતની ચૂંટણી અંગે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે ગુજરાત મોડેલનો હેલ્થ રિપોર્ટ આપ્યો. જેમા ખેડૂતોના પ્રશ્નો મુદ્દે માંડવિયાએ જણાવ્યુ કે ચૂંટણી સમયે ખેડૂતો MSPના પ્રશ્નો કરતા હોય પરંતુ આજે ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે. નર્મદાના નીર મળતા ખેડૂતો અન્ય સિઝનના પાક  પણ લેતો થયો છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક સીટથી જીતીશું- માંડવિયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સૌરાષ્ટ્રમાં ભાજપની સીટો અંગે તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં ગત વખતે ભાજપની સીટો તૂટી હતી પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં ગત વખતની ભરપાઈ થશે. સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક સીટથી જીતીશું. તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો પણ સંતુષ્ઠ છે. તો પાટીદારો મુદ્દે તેમણે જણાવ્યુ કે ગુજરાતના પાટીદારો હંમેશા ભાજપ સાથે રહેવાના છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: “કોંગ્રેસના હૈયે કદી ગુજરાતનું હિત છે જ નહીં”- માંડવિયા

મંત્રી મનસુખ માંડવિયાએ વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા કે અમારી સરકારે કોંગ્રેસ સાથે  કોઇ  ખરાબ વ્યવહાર  નથી કર્યો. સત્તા અમારા માટે જનતાની સેવા કરવાનુ માધ્યમ છે. બદલાની ભાવનાનું નહીં. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે કોંગ્રેસના હૈયે કદી ગુજરાતનું હિત છે જ નહીં. ચૂંટણીની રાજનીતિ કરનાર લોકો નીકળી પડ્યા છે. 1985ના માધવસિંહ સોલંકીના 149ના રેકોર્ડને આ વખતે ભાજપ તોડી શકશે, તે સવાલના જવાબમાં મંત્રી મનસુખ  માંડવિયાએ જણાવ્યુ કે ભાજપ તમામ રેકોર્ડ તોડશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati