Breaking News : વડગામના માનપુરામાં તળાવ ફાટતા ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા પાણી, જુઓ Video
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના વડગામના માનપુરામાં ભારે વરસાદ વરસતા ગામમાં આવેલું તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતા ગામમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના વડગામના માનપુરામાં ભારે વરસાદ વરસતા ગામમાં આવેલું તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતા ગામમાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. જેના પગલે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
છાપી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
બીજી તરફ બનાસકાંઠાના વડગામના છાપી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે છાપી પંથકનો સંપર્ક કપાયો છે. છાપી હાઈવેથી છાપી ગામ તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા છે. છાપીનો વિરમાયા નગર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તેમજ પ્રાથમિક શાળા, સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. નેશનલ હાઈવે પર 5 કિમી સુધી ચક્કાજામ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદમાં એક મકાન ધરાશાયી થયું છે.
અનેક વિસ્તારોમાં ભરાયા કેડસમા પાણી
આક્ષેપો ઉઠી રહ્યા છે કે એક કોમર્શિયલ કોમ્પલેક્સના માલિકે કુદરતી પાણીના વહેણને રોકતા સમગ્ર વિરમાયા નગર પાણીમાં ગરકાવ થયું છે. છાપી ગ્રામ પંચાયતના સરપંચે અગાઉ પણ આ અંગે અનેક રજૂઆતો કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાયાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. છાપીમાં ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાતા લોકો રોષમાં છે.
